Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી તથા ઝઘડિયા પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુના હેઠળ છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓની વિગતો મેળવીને તેમને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એ.એસ.ચૌહાણ ટીમ સાથે રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી તથા ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામનો આરોપી રોનકભાઇ સામસીંગભાઇ વસાવા, કવચીયા ગામના બસ સ્ટેન્ડ ખાતે હાજર છે. એલસીબી ની ટીમે મળેલ બાતમીના આધારે કવચીયા ગામના બસ સ્ટેન્ડ ખાતે જઇને તપાસ કરતા ઉપરોક્ત ઇસમ મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી લઇને વધુ તપાસ માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો. સદર ઇસમ રોનકભાઇ સામસીંગભાઇ વસાવા રહે. સ્ટેશન ફળીયું, વાડી ગામ, તા.ઉમરપાડા, જિ.સુરતના રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોમાં નંધાયેલ ગુનાઓ હેઠળ છેલ્લા દોઢેક વર્ષથી પોલીસ પકડથી દુર રહી નાસતો ફરતો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર અને ફાયરનાં જવાનોને ઈનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા.

ProudOfGujarat

અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી મહિલાએ 11 મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!