– લાખોના ખર્ચે નિર્માણ પામેલ રોડમાં સરપંચ અને કોન્ટ્રાકટરની ભૂમિકા શંકામાં
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જીન બજારમાં થોડા સમય પહેલા જ 150 ફૂટ સી,સી રોડ બનાવવામાં આવ્યો હતો, જેમાં કોઈ પણ જાતનું ફિનિસીંગ વગર તથા કપચી-સિમેન્ટ ખૂબ જ ઓછી વાપરવામાં આવી છે, તેમજ મટીરીયલ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હોવાની બુમ ઉઠી છે, રોડની થીકનેસ પણ બરાબર ન થઈ હોવાનું કહેવાય રહ્યું છે.
સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા કે રોડ જે 8 ઇંચનો બનાવવાનો હતો તેના બદલે 4 કે 5 ઈંચનો જ બનાવવામાં આવ્યો છે, રોડ બન્યાને એક અઠવાડિયામાં જ ખાડા પડવાની શરૂઆત થઈ છે તેમજ પાણી ભરાવો પણ થઈ રહ્યો છે, જેથી આ પ્રકારના કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવી અને એમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મહત્વનું છે કે નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા ગણેશ કન્ટ્રકશન એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું જેથી તેની સામે પણ કાર્યવાહી કરવા સાથે સાથે ફરી રોડ બનાવવામાં આવે તેવી સાથે સાથે જો પેમેન્ટ ચુકવણી થઈ ગઈ હોય તો વસુલ કરીને દંડ વસુલવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને અરજી સ્વરૂપે રજુઆત કરી છે.