Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરના વેડચ-ઉબેર માર્ગ ઉપર વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાઈ, મુસાફરો સલામત રીતે બહાર નીકળ્યા

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ધીરે ધીરે હવે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ખાસ કરી જંબુસર પંથકમાં પણ વરસાદી માહોલ બાદ કેટલાય સ્થળે પાણી ભરાવો થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેમાં વેડચ ઉબેર માર્ગ પર એક એસ.ટી બસ ફસાઈ જતા દોડધામ મચી હતી.

કંબોઈથી બદલપુર જતી બસ વેડચ ઉબેર માર્ગ ઉપર પાણીમાં ફસાઈ હતી, જે બાદ એક સમયે મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા, પાણીમાં ફસાયા બાદ એસ.ટી બસનું એક તરફનું વ્હીલ ખાડામાં ઉતરી જતા બસ નમી પડી હતી તો બીજી તરફ પાણી વચ્ચે જ જીવના જોખમે મુસાફરોએ ઉતરી પડી હેમખેમ રીતે બહાર નીકળ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ProudOfGujarat

મંદિર પરિસરમાં લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી અને ગેરકાયદેસર જીમ શરૂ કરાતા પો.કમિ.શ્રી ને આવેદન

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી લેબરોને માર માર્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!