G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ કાર્યક્રમને દિપ પ્રગટાવીને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર કેશવજી કોલડીયાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં બેંકીંગ સેવાઓ ગ્રાહકોને વધુ પ્રાપ્ત થાય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે રીતના પ્રયાસો કરવા ઉપસ્થિત બેકીંગ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાની વિવિધ બેંકો દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
સબકા સાથ – સબકા વિકાસ તે દિશામાં બેંક ઓફ બરોડા ધ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ જણાવી બેકીંગ સુવિધા કેવી રીતે ઉપલબ્ધ બની શકે તેનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે બેકીંગ સંસ્થાઓ અને રાજ્યની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘર આંગણે મળે તેવો આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ જણાવ્યું હતું. બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર ડી કે ચૌધરી, એ બેન્કિંગ કાયૅવાહી વિષે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા, લીડ બેંક મેનેજર જીગ્નેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવજી, કોલડીયા બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર ડી કે ચૌધરી, લીડ બેન્ક મેનેજર જીજ્ઞેશ પરમાર, મહિલા આર્થિક તથા બાળ વિકાસ વિભાગના અધિકારી કાશ્મીર બેન, R-Seti ડાયરેક્ટર પરેશ વસાવા તથા બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા.