Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરના ખાડા મુદ્દે ભરૂચ નગરપાલિકા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, લોકો બોલ્યા ચંદ્રયાન 3 એ જાહેર કરી પ્રથમ તસ્વીર

Share

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના માર્ગોની દયનિય હાલત બની છે, ઠેરઠેર અનેક સ્થળે રસ્તા બિસ્માર બનતા શહેરીજનો તેમજ વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની છે, તેવામાં હવે લોકો પણ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે, ખાસ કરી સોશિયલ મીડિયામાં પાલિકા સામે લોકો રોષ થાલવી રહ્યા છે, જેમાં શહેરમાં પડેલા ખાડાની તસ્વીરો હોટ ફેવરિટ બની છે.

ભરૂચના બિસ્માર રસ્તાના ફોટોને કેટલાક લોકોએ ઑવરવ્યુ પરથી કેદ કરી ટ્રોલ કર્યો છે, જેમાં 10 ફૂટના માર્ગ પર 20 થી વધુ ખાડા દર્શાવવામાં આવ્યા છે, અને કેપ્સન આપવામાં આવ્યું છે કે ચંદ્રયાન 3 દ્વારા પ્રથમ તસ્વીર જાહેર કરવામાં આવી છે, જેમાં ભરૂચના ખાડાઓ પ્રથમ દર્શાવવામાં આવ્યા છે, આમ આ તસ્વીર હાલ ભરૂચના સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.

Advertisement

મહત્વની બાબત છે કે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ અનેક સ્થળે શહેરના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડા પડ્યા છે, ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલી ઓ વેઠી રહ્યા છે તો કેટલાય લોકોને આ ખાડાના કારણે મેડિકલ સમસ્યા ઓ અને વાહનોને નુકશાની સહિત ખાડાથી બચવા અકસ્માત સર્જાય તેવી નોબતનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ બાદ ભરૂચ પાલિકાનું નિદ્રાધીન તંત્ર વહેલી તકે જાગે અને લોકોને પડી રહેલી હાલાકીમાંથી તેઓને બહાર કાઢે તેવી માંગ કરી રહ્યા છે.


Share

Related posts

વડોદરાની અનોખી રથયાત્રા : રોબોટ રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા.

ProudOfGujarat

નેત્રંગ : ગોરાટિયા ગામ ખાતે 5 વર્ષનાં માસૂમની હત્યા થતાં અરેરાટી મચી ગઈ.

ProudOfGujarat

ભરૂચ-ત્રણ કોલેજોમાં છ વર્ષ બાદ જામ્યો ચૂંટણી જંગ-વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જામ્યો ખરાખરી નો જંગ-હજારો વિદ્યાર્થીઓએ કર્યું મતદાન જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!