ભરૂચ શહેર અને જિલ્લાના કેટલાય ભાગો માં બપોર ના સમયે મેઘરાજાનું આગમન થયું હતું..કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે શહેર ના માર્ગો પાણી પાણી થયા હતા….ધોધમાર વરસાદ ના પગલે કેટલીક જગ્યા ઉપર પાણી ભરાયા હતા તેમજ વરસાદી માહોલ ના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ………
એક તરફ ધોધમાર વરસાદ તો બીજી તરફ વીજ કડાકા વચ્ચે શહેર અને જિલ્લાને વરસાદી માહોલ નો કુદરતી લ્હાવો દેખાડ્યો હતો.અને ઠેરઠેર પાણી ભરાવવા ના પગલે વાહન ચાલકો ને માર્ગ ઉપર વાહન હંકારવામાં તકલીફોનો સામનો પણ કરવો પડ્યો હતો..
Advertisement