Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ને. હા. નં. 8 ઉપર ઝાડેશ્વરની હદમાં આવેલ રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સીલ મારવામાં આવ્યુ

Share

ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચ દ્વારા આજરોજ ને. હો. નં. 8 ઉપર આવેલ ઝાડેશ્વરના રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં ચાલતી હોટલ સરોવર કાઠીયાવાડીવાળી મિલકતને આજરોજ સીલ મારવામાં આવેલ છે.

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામના રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં બૌડા દ્વારા ઈ-નગર હેઠળ બાંધકામની પરવાનગી આપવામાં આવેલ હતી. આ પરવાનગી મેળવ્યા બાદ વાપરવાની પરવાનગી મેળવ્યા વગર આ મિલકતનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ હતો. આ બાબતે ભરૂચના જાગૃત નાગરિક દિનેશ ખુમાણ દ્વારા બૌડા ઓથોરીટીને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. બૌડા દ્વારા જમીન માલિકને તાત્કાિલક વપરાશ બંધ કરવા અને બાંધકામ પરવાનગી મેળવવા માટે પત્રો પાઠવવામાં આવેલ હતા. અને વપરાશની પરવાનગી મેળવ્યા વગર ચાલતી હોટલને તાત્કાલિક અસરથી બંધ કરવા અને કાયદેસરની પરવાનગી મેળવવા માટે પત્ર પાઠવવામાં આવેલ હતા. તેમ છતાં જમીનના માલિક દ્વારા આ બાબતે કોઈપણ જાતના પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ ન હતા. જેથી બૌડા દ્વારા આખરી નોટીસ આપી બાંધકામનો વપરાશ તાત્કાલિક અસરથી બંધ કરી કચેરીને લેખિત જાણ કરવા માટે જણાવવામાં આવેલ તથા બાંધકામ વપરાશની પરવાનગી તાત્કાલિક મેળવી લેવા જણાવવામાં આવેલ હતુ. વધુમાં બૌડા દ્વારા કાયદેસર રીતે કપાતમાં લેવામાં આવેલ કપાતવાળી જમીનમાં જમીન માલિક દ્વારા બિન અધિકૃત બાંધકામ કરવામાં આવેલ હતુ. આ અંગે બૌડા તંત્ર દ્વારા વારંવાર લેખિત મૌખિક સુચનાઓ આપવા છતાં જમીન માલિક દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. જેથી સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિમયો 2017 ની જોગવાઈ 3.8 મુજબ કોઈપણ બાંધકામનો વપરાશ કરતા પહેલા સક્ષમ ઓથોરીટી પાસેથી વપરાશ પરવાનગી મેળવવી અનિવાર્ય હોવા છતાં જમીન માલિક દ્વારા ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ લેખિત મૌખિક સુચનાઓની આજદિન સુધી અવગણના કરવામાં આવેલ અને બાંધકામ વપરાશ પરવાનગી મેળવવામાં આવેલ ન હતી અને બાંધકામ વપરાશ ચાલુ રાખવામાં આવેલ હતુ. જેથી ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચના મુખ્ય કારોબારી અધિકારી એન. આર. ધાંધલ દ્વારા મોજે ઝાડેશ્વર, તા.જી. ભરૂચના રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં બાંધકામ પરવાનગી મેળવ્યા વગર વપરાશ ચાલુ કરેલ બાંધકામ તાત્કાલિક સીલ કરવા હુકમ કરવામાં આવતા આજરોજ બૌડા ઓથોરીટીના અધિકારીઓ દ્વારા આ મિલકતને સીલ કરવામાં આવેલ છે.

બૌડા ઓથોરીટી વિસ્તારમાં આવેલા પરવાનગી વગરના બાંધકામ કરનારાઓમાં તથા બૌડાના નિયમોની ઐસી-તૈસી કરનારાઓમાં બૌડાના આ હુકમથી ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વલસાડમાં દીપડાનો આતંક, બે મહિલાઓ પર હુમલો કર્યો

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આમોદ ખાતે સભા પહેલા વરસાદનું વિઘ્ન, વરસાદ બાદ સભા સ્થળે ઠેરઠેર કાદવ કીચડનું સામ્રાજય થતા તંત્રમાં દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!