ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં પાંચબત્તી વિસ્તારમાં આવેલ બેનયામીન રેસીડેન્સીમાં થોડા સમય પહેલા તૈયાર થયેલ રેસીડેન્સીના બાંધકામ બાદ ફાયર સિસ્ટમ માટે ભરૂચ નગર પાલિકામાં NOC માંગવામાં આવી હતી, જે તે સમયે ભરૂચ ફાયર વિભાગ દ્વારા આ રેસીડેન્સીને NOC ઇસ્યુ કરી દેવામાં આવી હતી, પરંતુ આ NOC કઈ રીતે ઇસ્યુ કરવામાં આવી હતી તે બાબત ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.
બેનયામીન રેસીડેન્સીમાં જયારે સ્થળ તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બિલ્ડીંગના છઠા માળે ફાયરની સિસ્ટમનો પાઇપ પાણીની લાઈન સાથે જોડાણ જ ન હતો, ત્યારે અહીંયા સવાલ એ થાય કે જયારે બિલ્ડીંગ સંચાલકો દ્વારા બિલ્ડીંગ યુઝડ સર્ટિફિકેટ (બીયુએસ) માંગવામાં આવ્યું ત્યાએ સ્થળ તપાસ કરવા ગયેલા બૌડાના અધિકારીઓએ આ બાબત ઉપર ધ્યાન જ આપ્યું..? કે પછી કોઈકના કહેવાથી અથવા કોઈકની સાંઠગાંઠ થકી બિલ્ડીંગ યુઝડ સર્ટિફિકેટ (બીયુએસ) અને ફાયર NOC આપી આખી રેસીડેન્સીને બિલ્ડીંગ યુઝ માટે ખુલ્લું મેદાન કરી દેવામાં આવ્યું છે..?
ફાયર વિભાગની કામગીરી શંકા ઉપજાવે તેવી
ચર્ચાઈ રહ્યું છે કે બેનયામીન રેસીડેન્સી દ્વારા ફાયર NOC રીન્યુ માટે અરજી કરી છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે ફાયર સિસ્ટમ જ બરાબર નથી તો NOC રીન્યુ કંઈ રીતે નોટિસ આપી શકે છે..? આખા પ્રકરણમાં કંઈક તો રંધાયું હોય તેમ કહેવાય રહ્યું છે, શું આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે ખરા..? કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપમાં મામલે ભીનું સંકેલી દેવામાં આવશે..? તેવી બાબતો આખો મામલો સામે આવ્યા બાદથી ચર્ચાનું કેન્દ્ર રહી છે.