Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં અઢી સૈકાથી ઉજવાતો ઉત્સવ મેઘોત્સવનો પ્રારંભ

Share

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભરૂચમાં ઘણા વર્ષો પહેલા છપ્પનીયો દુકાળ પડ્યો હતો. તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી. સમાજે અવિરત પૂજનઅર્ચન અને ભજન કર્યા હતા. આખરે મેઘ મહેર થઇ હતી અને મેઘરાજા મનમુકી વરસ્યા હતા. ત્યારથી પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં સ્થાપીત કરવામાં આવે છે.

આ ઉત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના દર્શનાર્થે ઉમટે છે. મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાવવાની અનોખી માન્યતા છે. બાળકોને મેઘરાજાને ભેટાવવાથી તેઓનું આરોગ્ય સારૂં રહેતું હોવાની લોકોને શ્રદ્ધા છે. મેઘરાજાના અને ઘોઘારાવ મહારાજના દર્શનની માન્યતા છે. ભરૂચ શહેરની મધ્યમાં ઉજવાતા મેઘ ઉત્સવમાં નોમનાં દિવસે છડી ઝુલાવવામાં આવે છે. દશમના દિવસે મેઘરાજાની વિશાળ શોભાયાત્રા નગરમાં ફરે છે જે બાદ પ્રતિમાના નર્મદામાં વિસર્જ સાથે આ અનોખા મેઘોત્સવની પુર્ણાહુતી થાય છે.

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવે છે. ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ રંગેચંગે ઉજવાય છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ

ProudOfGujarat

ઝઘડિયા : ઉતરાયણ પર્વને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઉપવાસ આંદોલન : જામનગરમાં મહિલા ન્યાય પંચની બહેનો ધરણા પર, યૌન શોષણના પ્રકરણમાં ગુનો નોંધવાની માંગણી સાથે બહેનો ધરણા પર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!