Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા ગામ પાસે અેલઅેન્ડટી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન અાજે સવારે અેક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

::-પોલીસ સુત્રીય માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા પાસે નર્મદા નદી પર રેલવે બ્રીજ બનાવવાનું અેલઅેન્ડટી દ્વારા કામ હાથ ધરાયું છે. જેમાં કામ કરતાં શ્રમજીવીઅો માટે નજીકમાં જ અેલઅેન્ડટી કંપની દ્વારા લેબર કોલોની બનાવી છે. અાજે મંગળવારે સવારના સમયે શ્રમજીવીઅો બ્રીજ બનાવવાની કામગીરી કરી રહ્યાં હતાં. તે વેળાં રીન્કુકુમાર મહેરસિંગ સીંગ નામનો અેક કામદાર બ્રીજ પર સેફ્ટી બેલ્ટ બાંધી કામગીરી કરી રહ્યો હતો. તે વેળાં અેક અેંગલમાં હૂક લગાવતી વેળાં તેનું સંતુલન નહીં રહેતાં તે નીચે નદીમાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નદીમાંથી કાઢી સિવિલ હોસ્પિટલમાં લાવતાં તબીબે તેને તપાસતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં વણશોધાયેલ બે વાહન ચોરીનાં ગુના શોધી કાઢતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચ-બિસ્માર માર્ગો મામલે જાગૃત યુવાનનો અનોખો વિરોધ પ્રદશન,પોલીસે દરમિયાનગિરી મામલો થાળે પાડ્યો,જાણો વધુ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાવ ખાતે બી. આર. સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!