Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીમાં વિલંબ

Share

પ્રાપ્ત માહિત મુજબ નર્મદા ડેમનું પાણી કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઇ ડેમનું પાણી સાગબાર-ડેડીયાપાડા અને ઉમરપાડા તાલુકાના ગામે-ગામ સુધી સરકારે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને પહોંચાડ્યું હતું.પરંતુ નેત્રંગ-વાલીયા તાલુકાના બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસીઓને પાણીનું એકટીપું મળ્યું નથી. આ કડવી વાસ્તવિકતા છે. ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની રાજ્ય સરકારમાં રજુઆતના પગલે નેત્રંગ-વાલીયા તાલુકામાં સરકારે આઝાદીના ૭૦ વષૉ પછી કરજણ-વાડી સુધીની પાઇપલાઇન સિંચાઇ યોજના અને નેત્રંગ-વાલીયા જુથ પાણી-પુરવઠાની યોજનાની મંજુરી મળી હતી.જેમાં કરજણ ડેમનું પાણી લીફટીંગ કરીને પાઇપલાઇન મારફતે નેત્રંગ-વાલીયા તાલુકાના ગામે-ગામ પીવાનું પાણી આપવાનું અને નદી-નાળા કોતરોમાં પાણી છોડવાથી પાણીના સ્તરમાં વધારો થવાથી ખેડુતોને આસાનીથી સિંચાઈનું પાણી મળી શકે.

કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીને ૫ વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ ચુક્યો છે.પરંતુ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. કેટલાક વિસ્તારમાં પાઇપલાઇન નાખવા માટે ખેડુતો-કોંટ્રાક્ટર વચ્ચે જમીનના વળતર બાબતે માથાકુટ ચાલતી હોવાથી કામગીરી ખોરંભે પડી છે.નેત્રંગ-વાલીયા જુથ પાણી-પાણી પુરવઠા યોજનામાં ૧૯ ગામોમાં પાણી સંગ્રહ કરવાના સંપ બનાવાની કામગીરી અટકી પડી છે.સંપ બનાવા માટે જગ્યા નથી કે સરપંચ-તલાટી ઠરાવ આપ્યા નથી તેના કારણે કામગીર થતી નથી.તેવા સંજોગોમાં બંને યોજનાની કામગીરીમાં વિલંબ જણાતા દિવાળી પછી જ સિંચાઈ-પીવા માટેનું પાણી મળશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

ભરુચ જિલ્લા કલેક્ટરના અધ્યકક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!