ભરૂચમાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ એક શાળામાં ફરજ બજાવતી યુવાન શિક્ષિકા ઉપર શાળાના જ ટ્રસ્ટીએ નજર બગાડી તેની બેશરમ કરતુતોને અંજામ આપવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચ્યો છે.
પશ્ચિમ ભાગમાં આવેલ એક શાળાના ટ્રસ્ટીનું દિલ તેની શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકા ઉપર આવી ગયું હતું, જ્યાં તેણે પ્રથમ શિક્ષિકાના ક્લાસમાં જઈ તેને ગિફ્ટ સ્વરૂપે એક પાકીટ આપ્યું હતું અને કહ્યું હતું કે પસંદ આવે તો મારી કેબીનમા આવી જજે, તેમ કહી વય વૃદ્ધ ટ્રસ્ટી ત્યાંથી જતો રહ્યો હતો, ટ્રસ્ટી દ્વારા આપયેલ ભેટને શિક્ષકા એ ક્લાસમાં જ વિધાર્થીઓ વચ્ચે ખોલ્યુ હતું જ્યાં ગિફ્ટ ખોલતા જ શિક્ષિકાના હોશ ઉડી ગયા હતા.
ટ્રસ્ટી દ્વારા અપાયેલ ગિફ્ટમાં અંડર ગારમેન્ટની વસ્તુઓ નીકળી હતી, પોતાના દાદા સમાન વયના ટ્રસ્ટીની કરતુતોથી ત્રસ્ત શિક્ષિકા એ મામલે શાળાના અન્ય સ્ટાફ સહિત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે બાદ પોલીસ દ્વારા લંપત ટ્રસ્ટીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે, તો બીજી તરફ વય વૃધ ટ્રસ્ટીની હરકતો ચર્ચાનું કેન્દ્ર બની છે.