ભરૂચમાં યુવા ધન નશાના રવાડે ન ચડે તથા નશા યુક્ત પદાર્થોનું સેવન અટકાવવા ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક ડો. લીના પટેલ દ્વારા એસ.ઓ.જી પોલીસને સૂચન આપવામાં આવ્યું હોય જેના આધારે પીઆઇ એ.એ ચૌધરીએ જુદી જુદી ટીમ બનાવી નશા યુક્ત પદાર્થનું વેચાણ કરતા આસામીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોય તે દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે અંકલેશ્વરના એક રહેણાંક મકાનમાં એક મહિલા પાસે ગાંજાનો જથ્થો વેચાણ માટે આવેલ હોય આ બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટીમે સુરતી ભાગોળ અંકલેશ્વર ખાતે દરોડો પાડી નસીમબાનુ મોહમ્મદ હનીફ સરીગતને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લઇ તેની પાસે રહેલ મુદ્દામાલ જેમાં ગાંજાના 882 ગ્રામ કિંમત રૂપિયા 8220, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000, વજન કાંટો કિંમત ₹500, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 18,990 નો મુદામાલ ઝડપી લઇ આ મહિલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તથા પોલીસ દરોડા દરમિયાન ફરાર થયેલ કાપોદ્રા સુરતનો આરોપી કેશવને ઝડપી પાડવા એસ.ઓ.જી. ની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંજાના જથ્થા સાથે એક મહિલાને અંકલેશ્વરથી ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી
Advertisement