Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

Share

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે આજરોજ તારીખ ૧૫ જુલાઈને શનિવારના રોજ સવારે ૮:૩૫ એ ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાને તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા કાંદરોજ ગામનો પ્રસુતીના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લાની એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ કાંદરોજ ખાતે શિલ્પાબેન રેવાદાશભાઇ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી ત્યાંના રેવાદાશ ભાઇના પત્ની શિલ્પાબેનને પ્રસ્તુતીનો દુખાવો ઉપડતા તેઓને કાંદરોજ ગામથી સિવિલ રાજપીપળા ખાતે લઈ જઈ રહ્યા હતા તે સમયે નવાપરા અને કુમસગામ વચ્ચે સગર્ભા શિલ્પા બેનને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ત્યા જ પ્રસુતિ કરાવી પડે એવું જણાતા ઇ એમ ટી હિના બેન એ પાઇલટ નિર્મલભાઇને કહી એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી ERCP ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સગર્ભા એ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ માતા અને બાળકને જરૂરી સારવાર આપી નજીકની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે દાખલ કરાયા હતા જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે ત્યારબાદ તેમના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ બાબતની જાણકારી ભરૂચ 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સરને આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા દેવામાફી મુદ્દે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવાયા.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી નગરમાં દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે માસ્કનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!