ભરૂચ જિલ્લામાં ગુનેગારીની દુનિયા સાથે સકળાયેલા ઈસમો સામે સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ કામે લાગ્યા છે, ચોરી લૂંટ જેવી ઘટનાને અંજામ આપી ફરાર થતા તત્વો સામે પોલીસે લાલઆંખ કરી છે તેમજ તેઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા છે.
ભરૂચ રૂરલ પોલીસ મથકના કર્મીઓ ચોરીના વાહનો અંગેની તપાસમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે કેસરોલથી નવેઠા ચોકડી તરફના માર્ગ ઉપર સ્પેલેન્ડર મોટર સાયકલ નંબર GJ 16 ED 5238 ના ચાલક ને રોકી તેની પાસે રહેલ મોટરસાયકલ વિશે વિગત વાર પૂછતાં જ કરતા તેણે મહેગામથી મોટર સાયકલની ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ભરૂચ રૂરલ પોલીસ દ્વારા ઝડપાયેલ ઈસમને પોલીસ મથકે લાવી વધુ પૂછતાછ કરતા તેણે આમોદના ભીમપુરા ગામ ખાતેથી પણ બીજી સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી હોવાની કબૂલાત કરતા પોલીસે મામલે અર્જુનભાઈ સનાભાઇ રાઠોડ રહે. અડવાલા ગામ આમોદ નાની ધરપકડ કરી ચોરીની બંને મોટર સાયકલોનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.