Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદમાં ભારે વરસાદ બાદ પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

Share

ભરૂચ જિલ્લા છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ખાસ કરી આમોદ તાલુકામાં ગત રાત્રીના સમયે ભારે વરસાદ જોવા મળ્યો હતો, વરસાદના કારણે ખેતરો અને કેટલાય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.

આમોદથી પૂરસાને જોડતા માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ જેટલાં પાણી ફરી વળતા પૂરસા ગામમાં અવરજ્વર માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, માર્ગ પર પાણીના કારણે અનેક વાહનો અર્ધ વચ્ચે જ ફસાયેલાં નજરે પડ્યા હતા, તો બીજી તરફ ગામ તરફ અવરજ્વર માટેના મુખ્ય માર્ગ ઉપર જ વરસાદી પાણી માટેનો ચોક્કસ નિકાલ ન જણાતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે GVK ઈ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવા, એમ.એચ.યુ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ૧૬ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!