ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માત ઝોન બન્યો છે. હાલ તેના પર 40 ની ગતિ મર્યાદા પણ લાગુ કરાઈ છે. ત્યારે તાજેતરમાં ઓવર સ્પીડ દોડતી ખાનગી બસનો વિડ્યો વાયરલ થયો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી બસ ચાલકને ઝબ્બે કર્યો હતો.
જે હજુ ભુલાઈ નથી ત્યાં ભરૂચથી અંકલેશ્વર તરફ કેટલાક યુવાનો ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે ત્રણથી ચાર જેટલા યુવાનો ફોરવ્હીલ ગાડીની બહાર દરવાજા પર બેસીને વિડીયો શુટીંગ ( રીલ ) બનાવી હતી જેમાં ટાયટલ માર્યું હતું યારો કા કાફલા. એક કારમાં ચાર ઈસમો જ્યાં કારની બહાર બેસ્યા હતા ત્યાં બીજી કારમાં રહેલા ઈસમે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતા જ વાયરલ થયો હતો.
પોલીસ ખુલ્લી ચેલેન્જ આપતા હોય અને મોબાઇલ મેનિયા યુવાનોમાં એટલી હદે વટવા હતી કે પોતાના જીવને જોખમ પણ ઊભું કર્યું હતું. રીલ બનાવનાર નબીરાઓ અંકલેશ્વરના હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે વિડીયોમાં સ્ટન્ટ કરનાર ચારને પોલીસે ઝડપી પાડ્યાં હતા.
રીલ્સ બનાવવાના મામલે ધરપકડ કરાયેલ યુવાન
સૌરવસીંગ સુનીલસીંગ, રહેવાસી – ગડખોલ ગામ તા. અંકલેશ્વર જી.ભરૂચ
ઓમ પ્રકાશ ક્રિષ્ના શર્મા, રહેવાસી ગડખોલ ગામ તા. અંકલેશ્વર જી.ભરૂચ
અભિશેક રામભરોષે સાહની, રહેવાસી ગડખોલ ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ
અરમાન રૂસ્તમ જાતે અંસારી, રહેવાસી ગડખોલ પાટીયા પાસે તા.અંકલેશ્વર જી.ભરૂચ