આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડીમાં વરસાદી પાણી ટપકતા બાળમંદિરના નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં આજે સવારે ચાર કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું. જેથી આજે સવારે આંગણવાડીમાં આવેલા નાના બાળકોને આંગણવાડી બહાર ખુરશીમાં બેસાડવાની નોબત આવી હતી જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
આ અંગે આંગણવાડી કાર્યકર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં રીપેરીંગ કરવામાં આવી નથી જેના કારણે આજે વધુ વરસાદને કારણે ધાબા ઉપરનું વરસાદી પાણી ટપકતાં આંગણવાડીમાં પાણી થઈ ગયું હતું જેથી બાળકોને બહાર બેસાડવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડી રીપેર કરવા માટે આમોદની એક એજન્સીને બે પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આંગણવાડી રીપેર કરવામાં આવી નથી.
આમોદની નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડીમાં પાણી ટપકતા નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત
Advertisement