પ્રાપ્ત માહિત મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના અતિપછાત વિસ્તારમાં આવેલા જાવલી ગામે આદિવાસી પરીવારની ઘરે રાત્રી રોકાણ કયુઁ હતું.જ્યાં રાત્રીસભામાં જાવલી ગ્રામજનો અને સાગબારા તાલુકાના આગેવાનોએ અંકલેશ્વરથી કુકરમુંડા સુધી બસ ચાલુ કરવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના આદેશ મુજબ અદ્યતન સુવિધાઓ સાથેની બસ અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો,વાલીયા,નેત્રંગ,ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ છેક કુકરમુંડા રૂટ ઉપર એસટી બસ સેવાનું પ્રસ્થાન ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ કરાવી અંકલેશ્વરથી સેલંબા સુધી પોતે પણ બસમાં બેસી મુસાફરી કરી હતા.સાંસદ મનસુખભાઇ વસાવા અને ડ્રાઇવર-કંડક્ટરનું સંગઠનના હોદ્દેદાર-પદાધિકારીઓ અને વિવિધ ગામોના સરપંચોએ ઠેર-ઠેર સ્વાગત કરી એસટી બસ સેવાને આવકારી હતી.
Advertisement