ભરૂચના નાંદ ગામમાં અધિક માસ દરમિયાન ધાર્મિક તહેવારો નિમિત્તે મેળો ભરવાની પરવાનગી આપવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ ખાતે અધિક શ્રાવણ તારીખ 18/7/2023 થી તારીખ 16/8/2023 સુધી ધાર્મિક હેતુસર તેમજ નર્મદા પુરાણમાં જણાવ્યા અનુસાર નાંદ ગામે અધિક શ્રાવણ માસમાં યાત્રા ભરાય છે અને ત્યાં સ્નાન કરવાનો મહિમા છે. ભારતના યાત્રા ધામો પૈકી નાંદ ચોથા નંબરનું યાત્રાધામ છે. જેથી એક માસની જાત્રા નાંદ ગામે થનાર હોય તે માટે અહીં ભરૂચની આસપાસના વિસ્તારના લોકો માટે મેળો યોજવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી છે, આ પરવાનગીનો ઠરાવ પણ મંજૂર થયેલો હોય આથી આ ઠરાવને ધ્યાને રાખી કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી ભરૂચના નાંદ ગામમાં મેળો યોજવાની પરવાનગી આપવામાં આવે તેમ જણાવ્યું છે.
Advertisement