Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોલેજ રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી, કાર ચાલકનો આબાદ બચાવ

Share

ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે ૫ સી જે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતાં. જેમાં કાર ચાલક સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ કાર ચાલકે ગઈકાલે રાત્રે જ પેટ્રોલથી ચાલતી ગાડીમાં સી.એન.જી કીટ ફીટ કરાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા અને આજે સવારે પોતાના ઘરેથી કાર લઈને કોલેજ રોડ ઉપર જતા હતા ત્યારે અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગે આવેલા એન્જિનમાંથી ધુમાડો નીકળતાં કાર ચાલક સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ સી. એન.જી કીટ ફીટ કરાવતા પેટ્રોલના એન્જિનમાંથી પેટ્રોલ લીકેજ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યું છે. આગ લાગવાના કારણે કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.

Advertisement

Share

Related posts

ખેડા : કૃષિ મેળામાં કેન્દ્રીય સંચારમંત્રી દ્વારા મીલેટસની ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરામાં મંગળ બજાર ખાતે ગેરકાયદેસર દબાણો હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!