ભરૂચના હાર્દ સમા એવા તુલસીધામને અડીને આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સ્કૂલ ભરૂચ ખાતે સવારના તથા સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્યાની વિકટ પરિસ્તિથી ઉભી થવા પામી છે. આજુબાજુના રહીશો પણ આ ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સવારના સમયે નોકરી ધંધા અર્થે જતા આવતા નોકરિયાતો માટે પણ એક ટ્રાફિક સમસ્યાનો પણ વિકટ પ્રશ્ન ઉભો થતો જોવા મરી રહ્યો છે. આ ઉપરાંત આવી વિકટ સમસ્યામાં 108 જેવી એમ્બ્યુલન્સ સેવાની કામગીરી પણ અધવચ્ચે અટકી શકે છે.
શુ સ્કૂલના સંચાલકોની આ ટ્રાફિક સમસ્યાની જવાબદારી વિશે કોઇ ભાન કરાવશે ખરું કે પછી પરિસ્તિથી એવીને એવી જ રહેશે. જો પરિસ્તિથી નહિ સુધરેતો આજુબાજુના રહીશો જલદ આંદોલન કરતા ખચકાશે નહિ જેના સ્કૂલના સત્તાધીશોઓએ ધ્યાનમાં રાખવી પડશે તેમ છે.
તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા, મદીના હોટલ અને આલી ઢાલ વિસ્તારને જોડતા માર્ગ ઉપર પણ સવાર સાંજ ટ્રાફિકની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આ વિસ્તાર રસ્તાઓ સાંકડા હોવાના કારણે સામાન્ય લારીધારક પણ જો લારી લઈ પસાર થાય તો વાહનોની લાંબી લાંબી કતારો અહીંયા જામતી થઈ જાય છે અને સળવારે ટ્રાફિકની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે, ત્યારે આ પ્રકારની સમસ્યાઓનું વહેલી તકે તંત્ર દ્વારા કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.