ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના નાણાકીય છેતરપિંડીના બનાવોમાં ભોગ બનતા લોકોની તાત્કાલિક મદદરૂપ થવા પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના કર્મીઓ સતત લેભાગુ તત્વોના કારનામા ઓ સામે કામગીરી કરી તેઓને કાયદાના સકંજામાં લઈ રહ્યા છે અને ભોગ બનનાર લોકોને ન્યાય મળી રહે તેવી કામગીરી હાથધરી રહ્યા છે.
થોડા દિવસો અગાઉ ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ મળી હતી કે વિદેશમાં નોકરી આપવાના બહાને ડમી મોબાઈલ નંબર અને ફેક વેબસાઈટ લિંક બનાવી લોભામણી લાલચ આપી વિશ્વાસમા લઈ ફરિયાદી પાસેથી રૂપિયા 37,17,364 ની છેતરપિંડી કરવામાં આવી હતી, જે બાદ ભરૂચ સાયબર ક્રાઇમના કર્મીઓએ મામલે ગુનો દાખલ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.
સાયબર ક્રાઇમની તપાસમાં છેતરપિંડીને અંજામ આપનાર ગઠિયો આંતરરાજ્ય ગેંગનો હોય ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સ તથા બૅંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલિસિસ કરી ઉતરાખંડ ખાતેથી દીપેશ ઉર્ફે દેવ ચંદ્રમોહન રહે, ખોડા કોલોની, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશનાને ઝડપી પાડી ભરૂચ લાવી તેની સામે મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.