ભરૂચમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ થ્રી વ્હીલર ટેમ્પો ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને દેરોલ ચોકડીથી ટેમ્પા સાથે એલ.સી.બી એ ઝડપી પાડ્યો છે.
ભરૂચના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુના અટકાવવા માટે વિવિધ પોલીસ મથકમાં સૂચન આપેલ જે અનુસંધાને એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેના ભાગરૂપે પોલીસની એક ટીમ દેરોલ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે એક શખ્સ દ્વારા અતુલ કંપનીનો લાલ કલરનો થ્રી વ્હીલર ટેમ્પો નંબર પ્લેટ વગરનો હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા ઈરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પટેલ ઉંમર વર્ષ 36, રહેઠાણ બળેલી ખો, સાધના સ્કૂલ ભરૂચને અતુલ કંપનીના ટેમ્પો એન્જિન નં. S4A8229154 તથા ચેસીસ નં. MCGAMCLPVA1472792 જેનો રજીસ્ટર નંબર ભૂંસી નાખેલ હોય કિંમત રૂપિયા 30,000 સાથે અગાઉ ચોરીની અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ આરોપી ઈરફાનને પોલીસે રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી, હેડ કોન્સ્ટેબલ ઈરફાનભાઇ, રજનીકાંતભાઈ, કિશોરભાઈ, વિશાલભાઈ, ગુલાબભાઈ સહિતની ટીમે કરી હતી.