Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કુવાદર ગામ ખાતે બુટલેગરો બન્યા બિન્દાસ, ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ

Share

સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, જેનું પાલન કરાવવા પોલીસ વિભાગો સતત પ્રયત્નસીલ બન્યા છે, તો બીજી તરફ બેફામ અને બિન્દાસ બનેલા બુટલેગરો જાણે કે હમ નહીં સુધરેંગે જેવી નીતિ અખત્યાર કરી પોતાના નાપાક મનસુબાઓ અવારનવાર પાર પાડતા હોવાનું સામે આવતું હોય છે, કેટલાક કિસ્સામાં બુટલેગરો દારૂના વેચાણ કરતા પોલીસના હાથે ઝડપાય છે તો કેટલાક કિસ્સામાં નશાના વેપલાના નાપાક કારનામા પાર પાડી લઈ બુટલેગરો ગેલમાં આવી જાય છે.

ભરૂચ જિલ્લામાં પણ અવારનવાર દેશી, વિદેશી શરાબનો વેપલો કરતા તત્વો ઝડપાઈ ચુક્યા છે, કેટલાય બુટલેગરો જેલના સળીયા પાછળ ધકેલવામાં પોલીસ વિભાગને સફળતા મળે છે તો કેટલાય બુટલેગરો હજુ પણ બિન્દાસ અને બેફામ બની પોતાના નશાના વેપલાને ધમધમાવી રહ્યા છે, ત્યારે ભરૂચ તાલુકાના કુવાદર ગામમાં દેશી દારૂના બિન્દાસ વેચાણ થતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા ચકચાર મચ્યો છે.

કહેવાય છે કે કુવાદર ગામ ખાતે આવેલ પટેલ ફળિયા વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ગામમાં દારૂના બિન્દાસ વેચાણને લઈ જાગૃત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હોય તેમ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે બેફામ અને બિન્દાસ બનેલા આ પ્રકારના બુટલેગરો ઉપર આખરે કોના આશીર્વાદ છે..? જે ખુલ્લેઆમ યુવા વર્ગને નશાના રવાડે ચઢાવી રહ્યા છે, શું આ બુટલેગરો હપ્તા આપી આટલા બિન્દાસ બની નશાનો વ્યવસાય કરી રહ્યા છે..? તેવા અનેક સવાલો હાલ આ ઘટના ક્રમ બાદથી ઉઠી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વાલિયા ગ્રામ પંચાયતના વેરા વસુલ કારકુને હોદ્દાનો દુર ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીના કારણે રદ : મંદિર પરિસરમાં જ નીકળશે રથયાત્રા.

ProudOfGujarat

યુઝવેન્દ્ર ચહલ અને કે ગૌથમ કોરોના પોઝીટીવ આવતા ભારતીય ટીમ માટે ઝટકો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!