Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ હિંગલ્લા ચોકડી પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા પલ્ટી ખાતા એક વ્યક્તિ ઘાયલ

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધતું હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં દિવસ દરમ્યાન અનેક સ્થળે નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા હોય તેવું અવારનવાર સામે આવી રહ્યું છે, તેવામાં વધુ એક અકસ્માત હિંગલ્લા ચોકડી પાસેથી સામે આવ્યો હતો.

ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ પાસેના મુખ્ય માર્ગ ઉપર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટીઓ ખાઈને નજીકમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી, અકસ્માતની ઘટના બાદ આસપાસ ઉપસ્થિત લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, ઘટનાના એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નબીપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

નડિયાદ : યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજીની સૌને શિખ, ચકલાસીમાં ભારે જનમેદનીને યુ.પી.નો દાખલો ગુજરાતમાં બેસાડવા અપીલ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા સમારકામનાં બહાને રસ્તા પર થીંગડા મારવાની કામગીરી શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!