ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોના માર્ગ બિસ્માર અવસ્થામાં બન્યા છે, માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકો તેમજ આસપાસ વસ્તા સ્થાનિકોને ખુબ મુશ્કેલી ઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેને લઈ અનેક સ્થળે તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, તાજેતરમાં જ પ્રથમ વરસાદી માહોલ બાદ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ ખાડામય બન્યો હતો તેમજ વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તંત્રમાં અનેક રજુઆતો છતાં કોઈ કામગીરી ન થતા આખરે સ્થાનિકોએ કંટાળી રવિવારના રોજ રસ્તા ઉપર ઉતરી આવી વહેલી તકે કામગીરી કરવાની ચીમકી તંત્ર સામે ઉચ્ચારમાં આ આવી હતી, ત્યારબાદ આજ રોજ તંત્ર એ મોડે મોડે જાગવું પડ્યું હતું અને પ્રજાના આક્રોશ સામે ઘૂંટણીએ પડી કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે તવરા માર્ગ સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં આજે પણ માર્ગોની ખસતા હાલત સમાન સ્થિતિ થઈ છે ત્યારે ભરૂચનું વહીવટી તંત્ર આ પ્રકારના માર્ગોનું વહેલી તકે સર્વે કરાવી તેનું રીપેરીંગ કાર્ય શરૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું
Advertisement