ભરૂચ જિલ્લાના ઇખર ગામ ખાતે કપિરાજનો આતંક સામે આવ્યો હતો, કપિરાજ દ્વારા હુમલો કરવામાં આવતા એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા બાળકને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની નોબત આવી હતી.
કપિરાજે બાળકના પગમાં બચકા ભરતાં બાળક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પહોંચ્યો હતો, પરંતુ કરોડોના ખર્ચે નિર્માણ માટે સિવિલ હોસ્પિટલમાં ઇન્જેકશનના અભાવના કારણે આખરે બાળકને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની નોબત આવી પડી હતી.
Advertisement
મહત્વનું છે કે લાખોની લોકોની વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લાના સામાન્ય લોકો માટે એક માત્ર ઈમરજન્સી સિવિલ ટ્રોમાં સેન્ટર છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર ડામાડોર અને અધ્ધર તાલ ચાલતું હોય તેવી બાબત આ પ્રકારના ઘટના ક્રમો બાદથી લોકોમાં ચર્ચાઈ રહી છે.