Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

Share

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશ ભાગ મચી ગઈ હતી, કંપનીમાંથી છુટતા ગેસના કારણે અહીંના ગ્રામજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય આ ગામના રહેવાસીઓ કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

દહેજના અંભેટાના રહેવાસીઓ જે સમયે કંપનીમાંથી છૂટતા ગેસના કારણે રજૂઆત કરવા ગયા હોય તે જ સમયે ધડાકાભેર ગેસ ગળતર ની ઘટના બની હોય કામદારો અને ગ્રામજનો ગેસ ગળતર થતા જીવ બચાવવા અહીંથી બહાર નીકળવા જતાં કંપનીમાં ભારે નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા, મોડી રાત્રિના ગેસ લીકેજ થતા સ્થાનિકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતર થવાના કારણે અહીંનાં આસપાસના વિસ્તારના ગામના લોકોને સ્વાસ્થ્ય વિષયક અનેક ફરિયાદો ઉઠવા પામી છે,અહીંના રહેવાસીઓ જણાવે છે કે ગેસ ગળતરના કારણે આંખોમાં બળતરા થવાની ફરિયાદો પણ ઉઠી છે. તેમજ ગેસ ગળતર વિષયક ગામ લોકો જે સમયે કંપનીમાં રજૂઆત કરવા ગયા હોય તે સમયે જ કંપનીમાં ધડાકા સાથે ગેસ ઘડતરની ઘટના બની હોય કંપનીના અધિકારીઓ માલિકોમાં આ બનાવના પગલે અત્યંત વ્યથિત હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ : રતોલા ગામથી સગીરાને ભગાડી જનાર આરોપીને સગીરા સાથે એસ.ઓ.જી એ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલ કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!