રોફ અને ખોફ ઉભો કરી ભરૂચ R.T.O પોલીસ કર્મી એમ.એસ પંચાલ તથા અન્ય ત્રણ પોલીસ કર્મીઓએ જાતિ વિષયક શબ્દો બોલી યુવક ને માર માર્યો હોવાના આક્ષેપો સાથે તેઓ સામે એટ્રોસિટી એકટ તથા ગુન્હો નોંધવા બાબતે જિલ્લા કલેકટર માં આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી….
::-આજ રોજ ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકા ભીલીસ્થાન ટાઇગર સેના ના કાર્યકરોએ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ગત.તારીખ ૦૬/૦૯/૨૦૧૮ ના રોજ ઝઘડિયા ના અવિધા ગામ ખાતે રહેતા આદિવાસી સમાજ ના નિલેશ ભાઈ નરોત્તમ ભાઈ વસાવા નાઓ તેઓની માતા શ્રી તથા પત્ની અને ફોઈ સાથે માતા શ્રી ની તબિયત સારી ન હોવાને લીધે ભરૂચ દવાખાને આવ્યા હતા..જ્યાં સંજોગોવશાત ડોક્ટર હાજર ન હોય તેઓ પરત ફરતા હતા..ત્યારે ઝાડેશ્વર ચોકડી થી R.T.O ની ગાડી એ તેમનો પીછો કર્યો હતો..પરંતુ નિલેશ વસાવા નું ધ્યાન ન હોય ઇકો ગાડી લઇ માંડવા ગામ જતા હતા ત્યારે R.T.O ની ગાડી જેમાં ફરજ બજાવતા એમ.એસ.પંચાલ તથા તેમની સાથે ના અન્ય ચાર પોલીસ કર્મીઓએ કોઈ પણ જાત ની પૂછ પરછ કર્યા વગર નિલેશ વસાવા ને નીચે ઉતારી બેરહમી પૂર્વક માર માર્યો હતો..અને તારું નામ શું છે ક્યાં થી આવે છે. જેમાં નિલેશે પોતાનું નામ જણાવતા એમ.એસ.પંચાલે તેની જાતિ વિષયક શબ્દો બોલી તમે બો ચગી ગયા છો.તમને કોને દ્રાવિંગ શીખવડ્યું એમ કય માર માર્યો હતો ..અને R.T.O ઓફીસ ખાતે લઇ જઇ અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપો આવેદન પત્ર માં કરવામાં આવ્યા હતા….
ઘટના ને ૨૦ દિવસઃ પુરા થવા આવ્યા હોવા છતાં પોલીસે સ્ટેશન એ ફરિયાદ નોંધાવતા તેઓએ માત્ર અરજી લય તપાસ કરવા કહ્યું હતું.પરંતુ તેનો કોઈ નિકાલ નય આવતા ભીલીસ્થાન ટાઇગર સેના ઝઘડિયા તાલુકા તરફથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી..અને જો સમગ્ર પ્રકરણ માં ન્યાય નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ના આક્ષેપો R.T.O પોલીસ કર્મી એમ.એસ.પંચાલ ની દબંગાઇ અને આ પ્રકાર નું વલણ આદિવાસી સમાજ અને સમાજ ના અન્ય વર્ગોમાં પણ સમગ્ર મામલો સામે આવ્યા બાદ થી ચર્ચા નું કેન્દ્ર બન્યું છે..આશા રાખીયે કે સમગ્ર મામલા ની તટસ્થ તપાસ થાય તેમજ અધિકારી ના રોફ અને ખોફ સામે લાચાર બનેલા આદિવાસી યુવાન ને વહેલી તકે ન્યાય મળે તેવી બાબતો હાલ સમગ્ર ઘટના બાદ થી લોકો વચ્ચે કહેવાય રહી છે…
Advertisement