Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જિલ્લાના પત્રકાર પરિવારો માટે મેડિકલ કેમ્પ યોજાયો

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરમાં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ પત્રકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હતુ. જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સતત ફિલ્ડમાં કામ કરતા પત્રકારોની ચિંતા સતાવતી હતી. જેને ધ્યાને લઇ એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ફ્રી કન્સલટેશન, ઇ.સી.જી, લિપિડ પ્રોફાઈલ,આર.બી.એસ તેમજ જરૂરિયાત જણાય તો ઈકો હૃદયની સોનોગ્રાફી કરી આપવામા આવી હતી. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં જિલ્લા અને શહેરના પત્રકારો અને તેમના પરિવારના ૮૦ જેટલા સભ્યો એ લાભ લીધો હતો.

આ પ્રસંગે ડૉ. કેતન દોશી દ્વારા હૃદય રોગના આવતા હુમલા વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી. સાથે તેનાથી બચવા માટે લેવી પડતી સાવચેતીથી અવગત કરતા કહ્યું હતું કે સમયસરનું ચેકઅપ જીવનને સુરક્ષિત કરે છે. તેમણે સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશનમાં ૨૦% ડિસ્કાઉન્ટ આપવાની પણ આ તબક્કે જાહેરાત કરી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા આભાર પત્ર તેમજ સ્મૃતિચિન્હ ડૉ. કેતન દોશીને અર્પણ કરવામાં આવ્યું હતુ. મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડોકટર સુનિલ નાગરાણી અને સ્ટાફના લોકોએ ખડેપગે સેવાઓ આપી હતી. કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ ટેલર, પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત, સચિન પટેલ સહિત પત્રકારોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર વાછાણી એ કર્યું હતુ.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ, ઝરણી,વડ, ગામે વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ લાગતાં 10 ના મોત, 30 ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100 ટકા આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!