Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે સ્વરોજગારલક્ષી જન શિક્ષણ દ્વારા તાલીમ વર્ગની શરૂઆત કરાઇ

Share

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કૌશલ્યલક્ષી સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે તે હેતુસર ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનાં સહયોગથી આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ વર્ગનો ઉદઘાટન કાર્યક્રમ પાંચબત્તી ભરૂચ ખાતે યોજાયો હતો.

સર્વ જન સમુદાયની બહેનો સ્વરોજગાર તરફ વળી આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરી પોતાના કુટુંબનુ જીવનધોરણ સુધારે તેને અનુલક્ષીને ભરૂચ શહેરમાં આ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ છે.

જે એસ એસ નાનિયામક ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા વિવિધ પ્રકારની કૌશલ્ય તાલીમ વર્ગોની માહિતી આપવામાં આવી હતી અને અગાઉ પૂર્ણ થયેલ તાલીમ વર્ગોની બહેનોએ જેમણે પોતાનો રોજગાર શરૂ કરેલ છે તેને અભિનંદન પાઠવ્યા હતા. આ શુભ અવસરે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ મેવાડા, નિતાબેન, વૈશાલીબેન તથા લાઈવલીહૂડ કો ઓર્ડિનેટર, ક્રિષ્ણાબેન કઠોલીયા અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચમાં લવયાત્રી ફિલ્મ રીલીઝ નહીં થવા દેવા હિન્દુ સંગઠનોની રજૂઆત

ProudOfGujarat

અંકેલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ચોમાસા ની શરૂઆત પહેલાજ વીજ નાટક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!