ભરૂચમાં રોટરી કલબની પાછળ આવેલી શાળાના બાળકો ગટરના પાણીમાંથી પસાર થઇને જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ રોટરી કલબની પાછળ આવેલી કલરવ સ્કુલ અને રૂંગતા સ્કુલના બાળકોને શાળા એ જવા માટે ગટરના ગંદા પાણીમાંથી પસાર થઇ જવું પડે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી. શિક્ષણને પવિત્ર ગણવામાં આવે છે ત્યારે તે પવિત્ર શિક્ષણને મેળવવા અપવિત્ર ગટરના પાણીમાં પગ મૂકવો ફરજિયાત બન્યું છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ એ.સી કેબીનમાં બેસે છે તો બીજી તરફ બાળકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થઇ જવું પડે છે. આજે વરસાદી માહોલમાં નગરપાલિકાની નરી વાસ્તવિકતા સામે આવી છે, અહી નોંધનીય છે કે પ્રિ મોન્સુન કામગીરીમાં પણ નગરપાલિકાની કામગીરીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ રોટરી કલબ પાછળ આવેલી સ્કુલ પાસે વરસાદી પાણીના નિકાલના અભાવે બાળકોને શાળા એ જવા માટે ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો તો બીજી તરફ આપણી સંસ્કૃતિ અનુસાર શાળાકીય અભ્યાસનું આગવું મહત્વ હોય તેમ છતાં આજે નગરપાલિકાના પાપે નાના ભૂલકાઓએ સહન કરવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીને કારણે રાહદારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે જોવું રહ્યું કે પાલિકા દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવે છે કે પછી માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવશે.
ભરૂચમાં રોટરી ક્લબની પાછળ આવેલ શાળાનાં બાળકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબુર
Advertisement