Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદથી આછોડ જતા માર્ગ પર કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

Share

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદથી આછોડ જતા માર્ગ ઉપર આવેલ પુલ નજીક કાર ચાલકે બાઈક સાવરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ઇસમને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના રોંધ ગામના ભુપેન્દ્ર દેસાઈ પટેલ તેમજ આમોદ ખાતે રહેતા તેમના મિત્ર રણછોડ શનાભાઈ રાઠોડ જેઓ મોટરસાયકલ લઈને આછોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન આછોડ પુલ નજીક GJ-16-CH-6236 નંબરની કારના ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતને પગલે બંને મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બંને મિત્રોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે આમોદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરાની બેંકર્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉત્તરાયણ પહેલા બર્ડ હીટને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રયોગ

ProudOfGujarat

આજે 54 હજારથી વધુ આંગણવાડીમાં 14 લાખથી વધુ બાળકોને ગણવેશ અપાયા.

ProudOfGujarat

ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય વહીવટદાર નિમણુક કરવા માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!