Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોદી સરકાર સામે રાફેલ કૌભાંડ ના આક્ષેપ સાથે જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા…

Share


જેમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ધરણા યોજી દેશ ના ચોકીદાર ચોર હૈ જેવા નારા લગાવી.મેરા પી એમ ચોર હૈ..કાર્યકરો એ હાથ પર ચિતરાવ્યું હતું…..
હાલ સમગ્ર દેશમાં મોદી સરકાર ના રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવેલ રાફેલ વિમાન ડીલ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ કૌભાંડ ના આક્ષેપો ને કારણે ચર્ચામાં છે..વિપક્ષ દ્વારા રાફેલ ડીલ માં મોદી સરકાર એ ૧ લાખ ૩૦ હજાર કરોડ ના કૌભાંડ ના આક્ષેપો લગાવતા હાલ સમગ્ર દેશ માં મામલો ચર્ચાસ્પદ બન્યો છે..એક તરફ રાહુલ ગાંધી એન્ડ ટિમ દ્વારા દિલ્હીમાં રાફેલ મામલે આક્રમકઃ અંદાજ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જાહેર માર્ગો ઉપર હવે યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલા ને લોકો વચ્ચે લઇ જઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે….
આજ રોજ સવારે ભરૂચ ના રેલવે સ્ટેશન સર્કલ નજીક ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જિલ્લા યુવા કોંગ્રેસ ના કાર્યકરોએ રાફેલ ડીલ ના પોસ્ટરો તેમજ બાળકો ના રમવા માટેના વિમાનો લટકાવી દેશ ક ચોકીદાર ચોર હૈ..જેવા નારા ઉચ્ચારી કાર્યકરોએ હાથ ઉપર મેરા પી.એમ ચોર હૈ જેવા સ્લોગન ચિતરાવી સમગ્ર મામલા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું…અને મોદી સરકાર માં કરવામાં આવેલ રાફેલ ડીલમાં ૧ લાખ ૩૦ હજાર કરોડ નો કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા….
ભરૂચ જિલ્લાયુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ધરણા પ્રદશન કાર્યક્રમ માં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા.જિલ્લા યુવા કોંગ્રેસ શેર ખાન પઠાન.સહિત જિલ્લા અને શહેર ના હોદ્દેદારો તેમજ કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા..

Advertisement

Share

Related posts

વાગરા આરોગ્ય કેન્દ્રમાં કોવિડનાં અત્યાર સુધી 20 થી વધુ સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

ProudOfGujarat

વાલિયાના પીઠોર તળાવ ફળિયા વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!