ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરીની અધ્યક્ષતામાં શૂરક્ષા બાબતે એક શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નબીપુર પો.સ્ટે. ની હદમાં આવતી તમામ હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા. જેમાં CCTV કેમેરાનું મહત્વ સમજાવ્યું હતું. CCTV કેમેરાઓની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય છે અને થયેલા ગુનાઓનો પર્દાફાસ્ટ થઈ શકે છે. સાથોસાથ એ પણ સમજાવ્યું કે જો તમારી હોટલના કમ્પાઉન્ડમાં કે આજુબાજુમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વાહન જણાઈ આવે તો તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી.
આ શિબિરમાં આશરે 50 જેટલા હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા. નબીપુર પો.સ્ટે.નો સમગ્ર સ્ટાફ આ શિબિરમા હાજર રહ્યો હતો. નબીપુરના પી.એસ.આઈ. એ શિબિરમાં હાજર રહેવા બદલ તમામ હોટલ માલિકો અને વોચમેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement