ભરૂચ નોર્મલ વનવિભાગનાં અધિકારી મીડિયાને જણાવશે કે કથાકઠિત થયેલ ભ્રષ્ટાચારમાં સાચું શું છે? કે ખરેખર ઉચ્ચ અધિકારીની અણસમજનો ભોગ કલાસ બે અને ત્રણના કર્મચારીઓ થયા હોય તેવું છે? કે પછી તપાસ ચાલુ છે હાલ કાઈ કહેવાય નહીં તેમ કહી વાતને ટલ્લે ચઢાવાશે ?
ગત તારીખ 5-12-2022 ના રોજ ભરૂચ રેન્જની કતપોર દરિયા વિસ્તારમાં ચાલતી મેંગ્રુવ કામગીરીની વન સરક્ષક અધિકારી સુરત દ્વારા ક્ષેત્રીય કામોની મુલાકાત લેવામાં આવી હતી, દરમ્યાન કામગીરીમાં 141 હેકટર કામગીરીના 35000 પ્રતિ હેકટર વાઉચર ઉઘરાવેલ પરંતુ આ વાવેતર સ્થળ ઉપર જણાઈ આવ્યું ન હતું, જે બાદ વન સંરક્ષક અધિકારીની પ્રાથમિક તપાસમાં 89 લાખ જેટલી સરકારી નાણાંનો દુરુપયોગ થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
મામલે વન સરક્ષક અધિકારી સુરત દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ વર્ગ 2 ભરૂચ રેંજના કે એસ. ગોહિલ અને વર્ગ 3 અધિકારી જીતસિંહ રાણાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, સમગ્ર મામલે ચાલી રહેલા લાંબી તપાસ વચ્ચે વન સરક્ષક અધિકારી સુરત નાઓની અચાનક બદલી થઈ હતી બાદમાં અન્ય વન સરક્ષક અધિકારીની નિમણુંક થઈ હતી.
હાલ મામલે સમગ્ર ભ્રષ્ટાચારમાં જેઓ અધિકારીઓ ઉપર આરોપ હતા તેમાંથી એક વર્ગ 3 અધિકારી જીતસિંહ રાણાને પરત ભરૂચ રેંજમાં ફરજ ઉપર લેવામાં આવ્યા છે તો અન્ય એક વર્ગ 2 અધિકારી હજુ સુધી ફરજ મોકૂફ ઉપર જ હોવાનું જણાઈ રહ્યું છે, 89 લાખ જેવા ભ્રષ્ટાચારમાં અધિકારીની પ્રથમ દ્રષ્ટિ એ જોવા મળેલ ભ્રષ્ટાચાર મિસઅંડરસ્ટેનિંગના કારણે થયું હોવાનું કહેવાય રહ્યું છે.
ત્યારે લાખોના ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ સામે તપાસમાં શું ઢીલાશ દાખવવામાં આવી..? કહેવાય છે કે ભરતીના ઓટના કારણે આ કામગીરી થવામાં વિલંબ થયો હતો એટલે તપાસ અધિકારી એ ઉતાવળમાં આ ગેરરીતિ થઈ હોવાનો નિર્ણય લઈ લીધો હતો તેમ પણ સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે.
અત્રે ઉલખનીય છે કે લાખોના મેંગ્રુવ કૌભાંડની તપાસમાં ઢીલાશ દાખવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેમજ આખા કૌભાંડમાં ભીનું સંકેલાય રહ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે, જો આ કૌભાંડની તપાસ ચાલુ જ હોય તો કૌભાંડમાં સામેલ અધિકારીને ફરી ભરૂચ રેંજમાં જ ફરજ પર કંઈ રીતે લેવામાં આવ્યા…? શું તપાસમાં કંઈ જ ન મળ્યું તો જે તે સમયના અધિકારી એ કેમ મામલે શંકા વ્યક્ત કરી તુરંત એક્શન લેવો પડ્યો હતો..? જાગૃત નાગરિકોનું માનવામાં આવે તો આખા પ્રકરણમાં કંઈક તો ખીચડી રંધાઈ છે.. તેવી ચર્ચાઓ આજકાલ જામી છે, ત્યારે આશા રાખીએ કે આખા આ પ્રકરણની તપાસ કરનાર અધિકારી સહિતના વન અધિકારીઓ મામલે પત્રકારો અને જનતા સમક્ષ તપાસ ક્યાં પહોંચી..? ભ્રષ્ટાચાર હતો કે નહીં..? તો જેમની અણસમજને કારણે જીતસિંહ રાણાને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરનાર સામે પણ યોગ્ય ખાતાકીય પગલાં ભરાશે? સહિતના સવાલોના જવાબ આપવા જ જોઈએ તે જ સમયની માંગ છે તેવી વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે.