નંદેલાવ ગામની મિશ્રશાળા ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રત કરતી વિદ્યાર્થીનીઓને માટે કેશ ગુંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં શાળાની ૨૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
જેમાં વિવિધ પ્રકારની હેર સ્ટાઈલ અને કરી સજાવટ કરી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, સભ્ય બહેનો તથા શાળાના આચાર્ય ભાવનાબેન, શિક્ષકોએ હાજર રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધાના અંતે સંસ્થા તરફથી વિદ્યાર્થીનીઓને સુકોમેવો આપી દરેકને નેઈલ પાલીસ કરી આપવામાં આવી હતી. જેના લીધે તેઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક અને પ્રમુખએ દાન દાતાઓનો આભાર માન્યો હતો.
Advertisement