ભરૂચ જિલ્લામાં ખેડૂતોને એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે માત્ર સસ્તા ભાવે ખેડૂતોની જમીન પડાવી લેવી અને બાકી રહેલા ખેડૂતોને નુકસાનમાં ઉતારવાનું કામ માત્ર સરકારે કર્યું છે તે સહિતના આક્ષેપ સાથે પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ એક લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગત વર્ષે 15 જુલાઈ 2022 ના રોજ કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી અહીંથી પસાર થતી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડી.એમ.એફ.સી.સી જેવી યોજનાઓની કામગીરીને કારણે વરસાદી પાણી અને કુદરતી નિકાલ બંધ થયાની જાણ કરવામાં આવી હતી. તત્કાલીન સમયમાં સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપવામાં આવેલ હોય તેમ છતાં આ વર્ષે પણ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન થતા ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્ને વામણી પુરવાર થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ જમીન સંપાદન બાબતે પણ ખેડૂતોનો વિવાદ કોર્ટમાં હોય અને બીજી તરફ પાણી નિકાલ બાબતે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવી પડેલ હોય તે સહિતની બાબતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
તંત્ર ભાજપ સરકાર માટે કાર્ય કરે છે ! પ્રજાના પ્રશ્નો જેસે થૈ ની સ્થિતિમાં !! વરસાદી પાણીના નિકાલ બાબતે વામણી પુરવાર થતી ભાજપા સરકાર : સંદીપ માંગરોલા
Advertisement