શિક્ષણ જગતના તજજ્ઞ અને શિક્ષણ વિદ જેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ તેમજ રાજ્યપાલના હસ્તે પણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવાં બળદેવ પરી સાહેબ જુનાગઢથી ખાસ ભરૂચની વિવિધ સંસ્થાઓ અને શાળાઓની મુલાકાતે બે દિવસ માટે આવેલ છે. તેઓએ વહાલુ ગામના “શિક્ષણ જાગૃતિ અભિયાન”ની ખાસ મુલાકાત લીધી.
શિક્ષક કભી સાધારણ નહિ હોતા આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરનાર અને શિક્ષણ ક્ષેત્રમાં ઉમદા યોગદાન આપી સરાહનીય કામગીરી બદલ બળદેવ પરી સાહેબનું શિક્ષણ જાગૃતી અભિયાન દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમણે પોતાની અનોખી શૈલીમાં વિધાર્થીઓને સંઘર્ષ અને વધુ શિક્ષણ માટે પ્રેરણારૂપી આકર્ષક ઉદબોધન કર્યું.
Advertisement
કાર્યક્રમમાં અભિયાનનાં માર્ગદર્શકો ઉસ્માન સાહેબ, અ. મજીદ સાહેબ, યુસુફ સાહેબ કાવિવાલા, ડો. સુહેલ વાઝા, સફવાન પટેલ ઉપરાંત અભિયાનના સેવાભાવી શિક્ષકો હાજર રહ્યા હતા.