ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી બાદથી જ બોગસ ડોકટરો સામે સતત પોલીસ વિભાગે લાલ આંખ કરી તેઓની તપાસણી કરી કુલ 7 જેટલાં બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા, જેઓ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી વધુ તપાસ શરૂ કરી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પોલીસ મહા અધિકક્ષક સંદીપ સિંહ તેમજ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટિમો બનાવી સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોની જિલ્લાના વિવિધ સ્થાને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમ્યાન (1) મનોજકુમાર ચંપકલાલ વખારિયા રહે, શુભ લક્ષ્મી બંગ્લોઝ ઝાડેશ્વર ભરૂચ (2) કરોરસીંગ દર્શન સીંગ સંદુ રહે, પુષ્પકુંજ સોસાયટી ઝાડેશ્વર રોડ ભરૂચ (3) ત્રીનાથ બાબુરામ બિસ્વાહ રહે, સાંરંગપુર અંકલેશ્વર (4) તુષાર શ્યામપદ રોય રહે સારંગપુર અંકલેશ્વર (5) અબુલ અબ્દુર રઉફ રહે, રોશન સોસાયટી અંકલેશ્વર (6) અરવિંદ ભાઈ દુખીભાઈ વિશ્વ કર્મા રહે, મહાદેવ ટેકરો જંબુસર તેમજ (7) પરેશભાઈ મનહરલાલ કંસારા રહે, અભયુદય હાઈટ્સ દહેજ બાયપાસ રોડ ભરૂચ નાઓને ઝડપી પાડી મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ, ઈન્જેકશન સાથે કુલ 1,69,109 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.