Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ” એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

Share

આપણાં જીવનના કુલ દસ તબક્કામાંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણૂકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક, માનસિક, આરોગ્ય અને સર્વાંગી વિકાસલક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે. આપણાં સમાજના સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે. આમ, કોઈપણ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે.

આ પહેલ અંતર્ગત ૨૮ જૂન ૨૦૨૩ ના રોજ તૃતીય તબક્કામાં આ ૪૦ ગ્રામ જાગૃત કિશોરીઓને કલેકટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત કરાવી હતી.

Advertisement

૧) કલેકટરકચેરી, ભરૂચ : સ્વ-જાગૃતતા અને સ્વ-નિર્ભર અંગેનું દ્રષ્ટાંત આપી “ગ્રામ જાગૃત કિશોરીઓ” ને સમાજના સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ બની રહે એવા હેતુસર પોતાની ભૂમિકા અને જવાબદારીઓ નિભાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

૨) ચૂંટણી શાખા : આમંત્રિત તમામ ગ્રામ જાગૃત કિશોરીઓને ચૂંટણી શાખાનીમુલાકાત કરાવી ડિસ્ટ્રિક્ટ કોન્ટેકટ સેન્ટર, ઇલેક્શનકમ્પ્યુટર સેન્ટર, વોટર હેલ્પલાઇન એપ્લીકેશન વગેરે અંગેની કામગીરીથી માહિતીગાર કરાવ્યા હતા. વિશેષત: નાયબ ચૂંટણી અધિકારી, ભરૂચ દ્રારા તમામ ગ્રામ જાગૃત કિશોરીઓને આવકારીને ચૂંટણી શાખા અને સંપૂર્ણ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત પ્રયાસ થકી ચૂંટણી દરમિયાન હાથે ધરવામાં આવતી કામગીરી, તમામ કિશોરીઓને ફોર્મ – ૬ આપી ચૂંટણી કાર્ડ માટે નોંધણી કરાવવી તથા ફોર્મ – ૭ અને ૮ નું મહત્વ, બૂથલેવલ ઓફિસરનો રોલ, SVEEP પ્રોગ્રામ માટે કિશોરીઓની ભૂમિકા, ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાની ભૂમિકા વગેરે અંગે માહિતી આપી હતી.

૩) જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્રારા તમામ “ગ્રામ જાગૃત કિશોરીઓ” ને આવકારીને ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સમાં મળતી સુવિધાઓ, બાળ કલ્યાણ સમિતિ અને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ભૂમિકા, CARAવેબસાઇટ, અડોપ્શન એજન્સી વગેરે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સત્રમાં, અનેક કિશોરીઓએ અધિકારી સમક્ષ સક્રિયપણે પ્રશ્નોતરી કરી બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ અંગેનું અધિક જ્ઞાન મેળવ્યું હતું.

૪) પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ : તમામ “ગ્રામ જાગૃત કિશોરીઓ” અને સહભાગીજનોએ પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ ખાતે નાયબ પોલીસ અધિક્ષક સાથે સુસંકલિત થઈને પોલીસનું ફૂલ ફોર્મથી લઈને પોલીસ વિભાગનું માળખું, પ્રત્યેકની પ્રસંગોપાત થતી કામગીરી અને ભૂમિકા, અનેક શાખાઓ મુખ્યત્વે CDR, પોલીસ કંટ્રોલ રૂમ, LIકમાન્ડકંટ્રોલ સેન્ટર,ફિંગર પ્રિન્ટ અને કમ્પ્યુટર શાખા વગેરેની પ્રત્યક્ષ મુલાકાત કરાવી કિશોરીઓને માહિતીગાર કરાવવામાં આવ્યા હતા.

અંતમાં સભાખંડમાં તમામ કિશોરીઓને એકત્રિત કરીને પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષથાને આયોજિત સદર ગ્રામ જાગૃત કિશોરીઓની શુભેચ્છા મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષકશ્રી દ્રારા તમામને આવકારી નિર્ભયપણે જીવન જીવવા તથા જરૂર પડ્યે નિ:સંકોચપણે મદદ માંગવી અને ફરિયાદ નોંધાવી તથા અનેક હેલ્પલાઇનનંબરનું મહત્વ વગેરે અંગે સમજ પૂરી પાડી તમામને માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે,ભરૂચ જિલ્લામાં હાલમાં પ્રથમ અને દ્વિતીય તબક્કામાં ગ્રામ જાગૃત કિશોરીઓને વર્ગીકૃત કરીને ભરૂચ ખાતે શિક્ષણ, આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ કચેરીઓની માહિતપ્રદ મુલાકાત અર્થે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


Share

Related posts

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી

ProudOfGujarat

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!