સૌજન્ય-ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં અને બેવડી ઋતુની અસરના કારણે રોગચાળો માથું ઉચકી રહ્યો છે. શહેર જિલ્લામાં છેલ્લાં એક મહિનામાં જ શરદી-ખાંસી અને તાવના 8000થી વધુ કેસ નોંધાયા છે. જયારે છેલ્લા એક સ્પ્તાહમાં જ ડેન્ગ્યુના 6 પોઝિટીવ કેસ તેમજ 3 સ્વાઇન ફ્લ્યૂના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાંદોડધામ મચી ગઇ છે. ઉલલેખનિ્ય છે કે, હાલમાં બેવડી ઋતુ ચાલી રહી હોવાથી સામાન્ય બીમારી વધી રહી છે. તો આગામી શિયાળાના આગમનની પણ ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે સ્વાઇન ફ્લૂના વધતા જતાં કેસોથી તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયુ છે.
ભરૂચ શહેર જિલ્લામાં પાછોતરો વરસાદ ખેંચાઇ ગયો છે. બીજી તરફ દિવસે ગરમી અને રાત્રીના સમયે આંશિક ઠંડી વર્તાતી હોવાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જેના કારણે લોકો હાલમાં શરદી-ખાસી, ઉધરસ, તાવ સહિતની બિમારીઓમાં સપડાઇ રહ્યાં છે. ભરૂચ શહેર જિલ્લામાં સરકારી દવાખાનાઓ સહિત ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર સપ્ટેમ્બર મહિનાના 24 દિવસમાં જ 8 હજારથી વધુ લોકોએ વાયરલ બિમારીઓનો ભોગ બન્યાં છે.
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી વી. એસ. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે , છેલ્લાં એક મહિનામાં ભરૂચ જિલ્લામાં કુલ 35 લોકોને શંકાસ્પદ ડેન્ગ્યુની અરસ જણાઇ હતી. જેનું સરકારી લેબોરેટરીમાં પરિક્ષણ કરાવવામાં આવતાં તે પૈકીના 6 દર્દીઓને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું. ઉપરાંત જિલ્લામાં ગત 15મી સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધીમાં સ્વાઇન ફ્લ્યૂના કુલ 14 કેસ નોંધાયાં હતાં. જે પૈકીના અંક્લેશ્વરના 2 અને ભરૂચના રહાડપોર ગામનો એક કેસ સ્વાઇન ફ્લ્યૂ પોઝિટીવ આવ્યો હતો.
જિલ્લામાં શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીઅોમાં થઇ રહેલો વધારો : રોગચાળો વકરતાં અારોગ્ય વિભાગમાં દોડધામ
બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે છે
હાલમાં જિલ્લામાં દિવસે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો માહોલ છે. જેના કારણે લોકોને બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં થતાં બદલાવને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કારણે બિમારીઓમાં સપાઇ જતાં હોય છે. હાલમાં શહેર જિલ્લામાં ડેન્ગ્યુ, સિઝનલ ફ્લ્યુ ( સ્વાઇન ફ્લુ)ના દર્દીઓ નોંધાયાં છે. ઉપરાંત શરદી-ખાંસી, તાવ, ઉધરસ સહિતના રોગો પણ વકરી રહ્યાં છે. આરોગ્ય વિભાગે એક મહિનામાં 3.14 લાખથી વધુ લોકોની સર્વેલન્સ ટીમની મદદથી તપાસ કરતાં 2200થી વધુ લોકો શરદી ખાંસીથી પિડાતા હોવાનું જણાયુ્ં હતું.
સ્વાઇન ફ્લ્યુ નહીં હવે સિઝનલ ફ્લ્યુ કહેવાનું
સ્વાઇન ફ્લ્યુના કહેરથી થોડા વર્ષો પહેલાં આખો દેશ ગભરાઇ ગયો હતો. ત્યારે તેની વેક્સિન લીધા બાદ તેના પર હાલમાં કાબુ આવી ગયો છે. પરંતુ શિયાળાની ઋતુમાં તેમજ બેવડી ઋતુમાં સ્વાઇન ફ્લ્યુ પુન: ઉથલો મારતો રહે છે. સ્વાઇન ફલ્યુ પહેલાં ડુક્કરના કારણે ફેલાયેલો રોગ હોવાને કારણે તેને સ્વાઇન ફ્લ્યુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં માનવીઓમાં રોગ પ્રસરી ગયાં બાદ આ રોગ માનવીથી માનવીમાં પ્રસરતો હોઇ ડબલ્યુએચઓ ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સ્વાઇન ફ્લ્યુનું નામ બદલીને સિઝનલ ફ્લુ કરવામાં આવ્યું છે.
શહેરી વિસ્તારમાં સફાઇના અભાવે લોકોમાં ફેલાતો રોષ : સરકારી સહિત ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયાં
ટીમોને સર્વેલન્સની કામગીરીમાં જોતરી છે
ભરૂચ શહેરમાં ડેન્ગ્યૂના 4 અને સિઝનલ ફ્લ્યુ (સ્વાઇન ફ્લ્યુ)નો 1 કેસ નોંધાયો છે. જ્યારે અંક્લેશ્વરમાં ડેન્ગ્યુના 2 અને સિઝનલ ફ્લ્યુ (સ્વાઇન ફ્લ્યુ) 2 કેસ નોંધાયાં છે. જેના પગલે આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી હાથ ધરી વિવિધ ટીમો બનાવી દર્દીઓના પરિવારજનો તેમજ આસપાસના લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જેમાં અન્ય કોઇને ગંભીર અસર હોવાનું જણાયું નથી.વી. એસ. ત્રિપાઠી, જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ