Proud of Gujarat
Uncategorized

ભરૂચના સર્કલ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ નબીપુરમાં ઇદુલ અદહાના તહેવાર નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…

Share

મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે જે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ સાંજે ભરૂચના સર્કલ ઇન્સ્પેકટર કે.ઇ. બારીઆની દોરવણી હેઠળ નબીપુર ગામમાં સાંજના સમયે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ભાઈચારા સાથે ઉજવાય અને ગામની શાંતિ અખંડિત રહે તે માટે હતો. આ પ્રસંગે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૉધરી તેમના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા. સાથો સાથ નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજી ઇકરામભાઈ દશુ, નબીપુર ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ગ્રામ જનોએ પોલીસ વિભાગને ખાત્રી આપી હતી કે આવનાર તહેવાર શાંતિમય રીતે પરંપરાગત રીતે ઉજવાય તે માટેના તમામ પ્રયત્નો કરીશું.

Advertisement

Share

Related posts

રોડ પર ઊડતી ડમરીઓથી પ્રજ ત્રસ્ત :

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!