Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઈદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. મુસ્લિમ સમાજના લોકોમાં ઇદની ઉજવણીનો ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ઇદ નિમિત્તે નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત ઇદગાહ તેમજ નગરની વિવિધ મસ્જિદોમાં પણ ઈદની વિશેષ નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી. નગરની દ્દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝ માટે ઉમટી પડયા હતા. નગરની મક્કા મસ્જિદમાં ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ પીર ફરિદુદ્દિન સાહેબના પીરઝાદા સૈયદ સલીમુદ્દીન પીરઝાદા, ડો. સૈયદ મતાઉદ્દીન પીરઝાદા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇદની નમાઝ બાદ બન્ને મહાનુભાવોએ હાજરજનોને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહંમદ અશરફીએ ઇદની ઉજવણી ઇસ્લામી તરીકા મુજબ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. મૌલાના મોહમ્મદ અશરફીએ ઇદની વિશેષ નમાઝ અદા કરાવી હતી. દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઇદની મુબારકબાદી પાઠવી હતી. ઇદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા દરગાહોની જિયારત કરી હતી અને કબ્રસ્તાન જઈ આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા પોતાના સ્વજનોની કબરો પર ફૂલ અર્પણ કરી ખિરાજે અકીદત પેશ કરી હતી.

Advertisement

ઇદ નિમિત્તે નાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બજારોમાં નવા નવા વસ્ત્રો પરિધાન કરી બાળકો, યુવાનો ફરતા નજરે પડ્યા હતા.પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા,સેગવા, માંચ, વલણ, ઇખર, માકણ, કંબોલી, મેસરાડ, ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરાઇ હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈએ પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઈ હોવાના અહેવાલ સાંપડ્યા હતા.


Share

Related posts

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

એનિમલ ફિલ્મની સફળતા અત્યારે બોક્સ ઓફિસ પર જોવા મળી, ઓપનિંગ ડે પર ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર

ProudOfGujarat

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!