Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ગામ પંચાયતમાં શાળાનાં બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરાયું

Share

ભરૂચ જિલ્લાની પાલેજ ગ્રામ પંચાયત કચેરીમાં શાળાના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગત તારીખ ૧૩ મી જુનના પાલેજમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં ટોકન સ્વરૂપે બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરી પ્રવેશ આપ્યો હતો.

આજરોજ ગામપંચાયત કચેરી ખાતે પ્રવેશ પામેલ દરેક બાળકોને સરપંચ પુનાભાઈ વસાવા, ડે. સરપંચ શબ્બીરખાન પઠાણ, પંચાયત સદસ્યો વિરેન્દ્રસિંહ ગોહિલ, ઈરફાનભાઈ ઉર્ફે બોબી વગેરેના હસ્તે વાલીઓની ઉપસ્થિતમાં સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યુ હતું. ડે. સરપંચે વાલીઓને સાંપ્રત ડીઝીટલ યુગમાં બાળકોના અભ્યાસ ઉપર ધ્યાન આપવા વિશેષ અનુરોધ કર્યો હતો. અંતમાં પાલેજની શાળાઓના આચાર્યએ ગ્રામ પંચાયત સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઈન ડે નહિ પણ માતા-પિતા, શિક્ષક પૂજન દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

ખેડા : જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!