Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો બાદ તંત્ર એક્શનમાં, બ્રિજ પર સ્પીડ ગન તૈનાત કરાઈ

Share

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માતોનો સ્પોટ બની રહ્યો હોય જેના પર રોક લાવવા બ્રિજ પર તમામ વાહનોની સ્પીડ લિમિટ 40 ની કરી દેવાય છે. જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું જારી કર્યા બાદથી વાહનની ઝડપની મર્યાદા પ્રતિ કલાક 40 કિલોમીટરનો અમલ કરાવવાનું શરૂ કરી દીધું છે. બ્રિજના છેડે પોલીસ કાફલા, ટ્રાફિક પોલીસે વિવિધ પોઇન્ટ પર ગોઠવાઈ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને પકડી પડવાનું શરૂ કરી દીધું છે.

સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને ઝડપી પાડી મેમો પકડાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સાથે બ્રિજ પર વિવિધ સ્થળે 40 ની સ્પીડ લિમિટના સાઈન બોર્ડ, રીફલેક્ટર લગાવવાનું તેમજ બ્રિજના માર્ગની ઉપરી સપાટીને બરછટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં બ્રિજ પર વાહન અને વાહન ચાલકોના ચેકિંગ સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકોને પકડવા પણ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક નારાયણ ગાર્ડનમાં વાઇપર સાપ જણાયો.

ProudOfGujarat

ભરૂચ : સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો બીજી તરફ જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!