ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં રહેતા અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે સંકળાયેલા બ્રિજેશ પટેલ દ્વારા ઘરે ઘરે જઈ પેજ સમિતિઓ તૈયાર કરવામાં આવી છે, દિવ્યાંગ હોવા છતાં વ્હીલ ચેર પર ફરી ફરી તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાના હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા કાર્યાલય ખાતે બ્રિજેશ પટેલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ બ્રિજેશ પટેલની કામગીરીને બિરદાવી હતી તેમજ તેઓની પ્રસંશા કરી કાર્યકર્તાઓની નિષ્ઠાનું જવલંત ઉદાહરણ પૂરું પાડવા બદલ બ્રિજેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બ્રિજેશ પટેલ 95% દિવ્યાંગ છે, છતાં નેત્રંગ તાલુકામાં તેઓએ 217 જેટલાં બુથપર કામગીરી કરી છે, આદિવાસી વિસ્તાર ધરાવતા નેત્રંગ પંથકમાં પોતાની કામગીરી થકી બ્રિજેશ પટેલે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ વચ્ચે અનોખું આકર્ષણ ઉભું કર્યું છે.
નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી
Advertisement