Proud of Gujarat
GujaratFeaturedINDIA

જી.એમ.ડી.સી નિગમનો અહંકાર ભરેલ કારભારમાં ડ્રાઈવરો અને કામદરો પ્રાથમિક સુવિધાઓથી વંચીત.

Share

જી.એમ.ડી.સી નિગમનો અહંકાર ભરેલ કારભારમાં ડ્રાઈવરો અને કામદરો પ્રાથમિક સુવિધાઓથી વંચીત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિમાન વિરૂધ્ધ શૌચ માટે કોઈ સુવિધા ન હોવાથી જાહેરમાં થતી શૌચક્રિયા

Advertisement

અમલદારોએ સુવિધાના બણગા ફુક્યા , પરંતુ સ્થળ તપાસમાં સુવિધાના નામે મિંડુ

ભરૂચ જીલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડી ખાતે આવેલ જી.એમ.ડી.સી નિગમમાં કામ કરતા ડ્રાઈવરો અને કામદારો હાલત કોલસાની ખાણમાં કામ કરતા કામદારો કરતા વધુ ભુડી છે ડ્રાઈવરો અને કામદારો માનવી ન હોય તેવુ વર્તન જી.એમ.ડી.સી દ્વારા કરવામાં આવે છે. ઘણા લાબા સમયથી રીબાતા ડ્રાઇવરો અને કામદારોએ હિંમત ભેગી કરી પોતાની નોકરીના જોખમે જી.એમ.ડી.સી ના તંત્રને વિનંતી પત્રના સ્વરૂપમાં આવેદનપત્ર પાઠવી ,જેની ચોકાવનાર વિગતો જોતા ૫૦૦ થી ૬૦૦ જેટલા ડ્રાઈવરો અને કામદારોને પીવાના પાણીથી વંચિત રાખવામાં આવે છે. કેન્ટીનની સુવિધા માત્ર ને માત્ર જી.એમ.ડી.સી ના સ્ટાફ માટે છે. ડ્રાઈવરો અને કામદારોને કેન્ટીનની સુવિધા પ્રાપ્ત થતી નથી આમ તો સરકારી નિયમ મુજબ આઠ કલાકનો વધુમાં વધુ ફરજનો સમય હોય છે પરંતુ જી.એમ.ડી.સી ના કામદારો અને ડ્રાઈવરોને ટ્રક ન ભરાય ત્યા સુધી ફરજ પર રહેવુ પડે છે. તેથી સરકારી નિયમોનું ઊલ્લઘન કરી ડ્રાઈવરો અને કામદારો પાસે ૨૪ કલાકથી વધુ કામ કરાવાય છે. આ સમય દરમ્યાન સિક્યુરીટી હોતી નથી કંઈ પણ થાય તો વિપરીત પરિસ્થીતીમાં પણ કોઈ વ્યક્તીને મદદ માટે માઈનીગ વિસ્તારમાં પ્રવેશ કરવા દેતા નથી તેથી ડ્રાઈવર અને કામદારો મદદ વિના રીબાય છે સિક્યુરીટીની અને મેડીકલ સહાયની સુવિધા આપવી જી.એમ.ડી.સી ની પ્રાથમિક ફરજ છે પરંતુ આ ફરજ બજાવાતી નથી શૈક્ષણીક સુવિધા, આરોગ્યની સુવિધા, બોનસ, ઈનામ વિતરણ, આવાસ, સૌચાલયની સુવિધા આપવામાં આવી નથી જે કાયદેસર રીતે આપવી જોઈએ પરંતુ તે મળેલ નથી એટલુજ નહિ પરંતુ જી.એમ.ડી.સી માટે ફરજ દરમ્યાન મરણ પામનાર કામદાર કે ડ્રાઈવરને વળતર પણ આપવામાં આવેલ નથી જે અમાનવિય કૃત્ય ગણી શકાય આવી અનેક માગણીઓના પગલે ડ્રાઈવરોએ છેવટે નોકરીના જોખમે વિનંતી પત્ર આપતા જી.એમ.ડી.સીના અમલદારોએ શેખી કાઢી હતી કે અમે કાયદેસરની તમામ સુવિધાઓ પુરી પાડીએ છીએ બોગસ વાત તો એટલે સુધી કરી હતી કે અમે ડ્રાઈવર અને કામદારોને પરિવારના સભ્યો સમજીએ છીએ આવી ભ્રામક વાતોના પગલે સ્થળ પરિક્ષણ કરાયું હતુ જેમા આવેદન પત્ર આપનાર ડ્રાઈવર અને તેમના  પ્રતિનિધી, પોલીસ અને જી.એમ.ડી.સી ના એચ,આર હેડ એચ,ડી સાપરીયા અને સિક્યુરીટી એ સ્થળ તપાસ આદરી જેમા જી.એમ.ડી.સી ના તમામ દાવા બોગસ સાબીત થયા, પીવાનુ પાણી બિન આરોગ્ય પ્રદ રોગ ચાળો ફેલાવે તેવુ ગંદુ અને મચ્છરના પોરીયા રેતીના કણ મિશ્રીત  પાણી જણાયુ હતુ બિમાર અને મૃત્યુને નજીક લાવે તથા જમવા અને ચા-નાસ્તાની કેન્ટીન ન જણાઈ એટલુજ નહિ પરંતુ આશ્ચ્રયની વચ્ચે ડ્રાઇવરો અને કામદારોના વિશ્રામ ગૃહમાં જી.એમ.ડી.સી ની સિક્યુરીટી ઓફીસ જણાઈ હદ તો ત્યારે થઈ જ્યારે જી.એમ.ડી.સી દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો પરંતુ ગરીબ અને લાચાર ડ્રાઈવરો અને કામદારો પાસે ચેકઅપ માટે તેમના પગારમાંથી ૯૦૦ રૂપિયા વસુલ કરાયા આ ૯૦૦ રૂપિયા ક્યાં અને કયા ખાતામાં જમા લેવાય તે એક તપાસનો વિષય છે. તે સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન ને હાંસિયામા ધકેલી જી.એમ.ડી.સી ના કર્તાહર્તા ૫૦૦ થી ૬૦૦ જેટલા ડ્રાઈવરો અને કામદારોને શૌચાલયની સુવિધા પુરી ન પાડતા તેમને મજબુરીથી લાજ-શરમ બાજુ પર મુકી જાહેરમાં શૌચાક્રીયા જવુ પડે છે. વાસ્તવમાં જી.એમ.ડી.સી ના તંત્ર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ તો બીજી બાજુ ઉડતી રજકણો તેમજ અન્ય જોખમો સામે રક્ષણ આપતા સાધનો અપાતા નથી તેથી દમ, અસ્થમા, ટીબી શ્વાસના રોગો, આખોમાં બળતરા વગેરે ગંભીર રોગોના શિકાર ડ્રાઈવર અને કામદારો બની રહ્યા છે. જે સરકારી એકમ એવા જી.એમ.ડી.સી માટે શરમ જનક બાબત કહી શકાય,


Share

Related posts

પોલીસ જાપ્તામાંથી અનીલ ઉર્ફે એન્થોનીને ભગાડનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ.

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

ભરૂચમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેન્ડ બનાવી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!