આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.
Advertisement